ઓપરેટીંગ ખર્ચ ઊંચો હોવાથી સરકારે સી પ્લેન સેવા બંધ કરી, અત્યાર સુધી 13.15 કરોડ ખર્ચ્યા

March 16, 2023

સુરત  : છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એક જ મહિનામાં બીજી વખત માવઠાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકા વિસ્તારમાં મોતીનો વરસાદ થતો હોય તેમ આકાશમાંથી કરા પડ્યા હતા. કરા સાથેના ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ઊભા પાક પર થયેલી હિમવર્ષાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે,અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13 કરોડ 15 લાખ 6 હજાર 737 રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ હતી. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. ઓપરેટરને ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટને કારણે નાણાંકીય કારણોસર 2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું. 

અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે એવું પણ કહ્યું હતું.  અગાઉ સરકારે જ ગૃહમાં કહ્યું હતું કે, સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે.