ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત
February 01, 2026
જવાનોએ બોટ અને ડાઇવર્સની મદદથી કલાકો સુધી નદીના પટમાં શોધખોળ આદરી
ભરૂચ : ભરૂચ નર્મદા નદીના કિનારે ફોટા પાડતી વખતે પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા કૂદેલો ભાઈ પાણીના પ્રવાહમાં ડૂબી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન નયન અને કિરણ રવિવારની રજા માણવા ભરૂચ આવ્યા હતા. તે જ્યારે ગોલ્ડન બ્રિજ પરથી નદીના દ્રશ્યો નિહાળી રહ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક કિરણનો પગ લપસતા તે સીધી નદીમાં પડી હતી.
બહેનને પાણીમાં ડૂબતી જોઈ ભાઈ નયન ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. કિનારા પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી કિરણને હેમખેમ બહાર કાઢી લીધી હતી. પરંતુ, નયન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ભરૂચ અને અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ બોટ અને ડાઇવર્સની મદદથી કલાકો સુધી નદીના પટમાં શોધખોળ આદરી હતી. લાંબી જહેમત બાદ નયનનો દેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026