ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં
November 03, 2025
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વમાં 44 રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ (EC) સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. પક્ષોએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે આ પગલું લેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2026માં ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં, આ પક્ષોએ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સુધારાને લોકશાહી વિરોધી ગણાવ્યું છે. SIR વિરુદ્ધની બેઠકમાં કુલ 44 પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં દિવંગત અભિનેતા અને રાજકારણી વિજયકાંતની પાર્ટી DMDK પણ સામેલ થઈ હતી. જોકે, DMDK કોઈપણ ગઠબંધનનો ભાગ નથી. AIADMK અને BJPને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મીડિયા અહેવાલ મુજબ અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ (TVK), એસ. રામદોસની PMK અને TTV પણ હાજર રહી ન હતી. તાજેતરમાં NDAથી અલગ થયેલા દિનાકરનની AMMKને પણ બેઠકમાં આમંત્રણ મળ્યું હોવા છતાં હાજરી આપી ન હતી. બેઠકમાં પસાર કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં વિવિધ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રિવિઝનની પ્રક્રિયા રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બિહારમાં આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. પ્રસ્તાવમાં ચૂંટણી પંચ પર નિશાન સાધતા કેન્દ્ર અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની કઠપૂતળી ગણાવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ રિવીઝનથી લઘુમતી અને વિપક્ષ તરફ સોફ્ટ કોર્નર રાખતા મતદારોનો મત આપવાનો હક છીનવાઈ જશે. અભિનેતા વિજયની પાર્ટી TVKએ સ્ટાલિનની બેઠકમાં હાજરી આપી ન હતી. જોકે, TVK એ SIR ને કાનૂની પડકાર આપવાના સમર્થનમાં એક આકરૂ નિવેદન જાહેર કર્યું છે. TVKએ જણાવ્યું હતું કે અગાઉ, જ્યારે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ ઈલેક્ટોરલ રોલ રિવિઝન માટે નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે TVK એ તેનો સખત વિરોધ કર્યો હતો અને તેની પાછળના ઇરાદાઓ વિશે ચેતવણી આપી હતી. બિહારમાં લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષો સતત આરોપ મૂકી રહ્યા છે કે, ધાર્મિક લઘુમતીઓના મતદારો સહિત અમુક લોકોના મત યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સંબંધિત એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
Related Articles
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસન...
Nov 10, 2025
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુ...
Nov 10, 2025
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 1...
Nov 10, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાન...
Nov 10, 2025
Trending NEWS
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, રશિયાએ S-400 મિસા...
10 November, 2025
ઈરાનમાં ભયંકર દુકાળ, ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી;...
10 November, 2025
CM સાહેબ મારે વતન પાછા આવવું છે...' અમેરિકામાં દત્...
10 November, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન...
10 November, 2025
મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધ...
10 November, 2025
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક...
10 November, 2025
દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલ...
10 November, 2025
મ્યાનમારથી પ્રવાસીઓને લઈ જતી બોટ થાઈલેન્ડ-મલેશિયા...
10 November, 2025
અમેરિકામાં શટાડાઉન સમાપ્ત થવાના સંકેત, ટ્રમ્પે કહ્...
10 November, 2025
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, રશિયાએ S-400 મિસા...
10 November, 2025