સેમિફાઈનલમાં હારી જતાં સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાં નિવૃત્તિ જાહેર કરી

March 05, 2025

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો ટીમ ઈન્ડિયા સામે પરાજય થયો હતો અને હારથી નિરાશ થઇને સ્ટીવ સ્મિથે નિવૃત્તિ જાહેર કર્યાનું મનાય છે.  

વન ડેમાં સ્ટીવ સ્મિથથી કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 170 મેચમાં 5800 રન બનાવ્યા છે. સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ વન ડે સ્કોર 164 રન છે. સ્મિથે ઘણી વાર ભારત સામે પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તેણે વન ડે ક્રિકેટને અલવિદા કહી સૌને ચોંકાવી દીધા છે.