'પેટ્રોલ-ડીઝલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ- નીતિન ગડકરી
December 28, 2025
નાગપુર- નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથી ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ પણ આપી રહી છે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન ઇક્યૂપમેન્ટ માટે જે લોકો ફાઇનાન્સ કરાવે છે, જો તેઓ અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ વાળા વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આ ટેકનિકને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, હાલમાં જ ત્રણ ટ્રક લોન્ચ કરાયા છે. જેમાં બે ટ્રક એવા છે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનની સાથે હાઇડ્રોજન મિલાવીને ઉપયોગ કરાયો છે. જ્યારે એક ટ્રક સંપૂર્ણ રીતે હાઇડ્રોજન ફ્યુલ સેલ પર ચાલે છે. કંસ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ઇક્યૂપમેન્ટમાં પણ આ પ્રકારના પ્રયોગ કરાઈ રહ્યા છે. દેશનું ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલથી જોડાયેલું છે અને આવનારા સમયમાં આ રસ્તો ભારતને આગળ લઈ જશે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026