ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
August 19, 2026
સુરતની પ્રખ્યાત શીતલ રેસ્ટોરન્ટમાં બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થઈ ગયું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને ટીમોએ સમગ્ર શહેરના 9 ઝોનમાં દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અસ્વચ્છ અને વાસી મળી આવેલો 1,641.7 કિલો નાશવંત ખાદ્ય પદાર્થ જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ 17 એકમોને તાત્કાલિક અસરથી બંધ એટલે કે સીલ કરવામાં આવ્યા છે, જ્યારે નિયમોની અવગણના કરનારા વેપારીઓ પાસેથી કુલ 4,17,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત કિચનમાં અસ્વચ્છતા અને ખામીઓ બદલ 208 એકમોને સુધારા નોટિસ ફટકારવામાં આવી છે.
તપાસ ટીમો દ્વારા કિચન એરિયાની સફાઈ, વાસી કે એક્સપાયરી ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ પાણીની શુદ્ધતા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત પનીર, ચીઝ, બટર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોની ગુણવત્તા અને લેબલિંગનું પણ ચેકિંગ કરાયું હતું.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નોટિસના જવાબ બાદ પુનઃ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જો નિયમોનું પાલન નહીં થાય તો લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે.
Related Articles
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં...
Sep 12, 2026
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકા...
Sep 12, 2026
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર...
Sep 08, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026