હેરાફેરી ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન કરી રહી હોવાનો તબુનો સંકેત

February 05, 2025

મુંબઈ : તબુએ પોતે 'હેરાફેરી થ્રી'માં ભૂમિકા ભજવી શકે છે તેવો સંકેત આપ્યો છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા વિના આ ફિલ્મ અધૂરી છે. 
થોડા સમય પહેલાં જ  દિગ્દર્શક  પ્રિયદર્શને પોતે આ ફિલ્મનું સુકાન ફરી સંભાળી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. અક્ષય કુમાર, પરેશ રાવલ તથા સુનિલ શેટ્ટી સહિતના ફિલ્મના કલાકારોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. પ્રિયદર્શનના દિગ્દર્શન હેઠળની મૂળ 'હેરાફેરી'માં તબુની ભૂમિકા હતી.  જોકે, બીજા ભાગનું દિગ્દર્શન નીરજ વોરાએ  કર્યું હતું અને તેમાં હિરોઈનો તરીકે બિપાશા બસુ અને રીમી સેન ગોઠવાઈ ગઈ હતી.