આસામમાં શિક્ષકો સ્કૂલમાં જીન્સ, લેગિંગ્સ, પાર્ટી વેર નહીં પહેરી શકે

May 21, 2023

આસામ સરકારે શાળાના શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. શિક્ષકો માટે ડ્રેસના નિયમો નક્કી કરતી વખતે સરકારે કહ્યું કે કેટલાક શિક્ષકોને એવા કપડાં પહેરવાની આદત હોય છે જે જાહેરમાં સ્વીકાર્ય નથી લાગતા. શુક્રવાર (19 મે)ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષકોએ વર્ગોમાં માત્ર નરમ રંગના ઔપચારિક કપડાં પહેરીને જ શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તેમણે પાર્ટીના કપડાં વગેરે પહેરવા જોઈએ નહીં.

નિયત ડ્રેસ કોડના નિયમ મુજબ, પુરૂષ શિક્ષકોએ માત્ર ઔપચારિક કપડાં જ પહેરવા જોઈએ, જેમાં ફોર્મલ શર્ટ-પેન્ટ સ્વીકૃત ડ્રેસ છે. તેવી જ રીતે મહિલા શિક્ષકોએ સલવાર સૂટ, સાડી, મેખેલા-ચાદર પહેરવા જોઈએ અને ટી-શર્ટ, જીન્સ અને લેગિંગ્સ જેવા કપડાં નહીં. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પુરૂષ અને મહિલા શિક્ષકો બંનેએ સાધારણ અને યોગ્ય રંગના કપડાં પહેરવા જોઈએ અને પાર્ટીના કપડાં પહેરીને સ્કૂલમાં આવવું જોઈએ નહીં.