સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો

November 05, 2025

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે આજે(5 નવેમ્બર) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. જોકે, આ સીરિઝની ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીને ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો છે. ઘરઆંગણે સીરિઝમાં શમીના પ્રદર્શન અને ટીમ પસંદગીને લઈને તાજેતરમાં થયેલા શાબ્દિક ઝઘડાને પગલે શમીનો સમાવેશ થાય તેવી અપેક્ષા હતી. જોકે, તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતની ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.