ટીમ ઈન્ડિયા 'ચેમ્પિયન': 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં શાનદાર જીત

March 09, 2025

આઇસીસી વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત લાવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના વન ડે મુકાબલામાં ઉતરી છે. ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી છે. શરૂઆતમાં રોહિત શર્માની તોફાની બેટિંગ બાદ એક બાદ એક વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા. જોકે રોમાંચક મેચના અંતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી. ફાઇનલ મેચમાં અંતિમ 10 ઓવરોમાં મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી. ભારતે પાંચ વિકેટો ગુમાવી. અક્ષર પટેલ 20 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માની વિકેટ બાદ શ્રેયસ અય્યરે ભારત તરફથી બાજી સંભાળી હતી. જોકે તે માત્ર 2 રનથી અડધી સદી ચૂક્યો. 62 બોલમાં 48 રન બનાવ્યા. કેપ્ટન રોહિત શર્મા આજે સારી ફૉર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. રચિન રવીન્દ્ર રોહિત શર્માની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રોહિત શર્માએ 83 બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે કુલ 76 રન બનાવ્યા હતા. 
વિરાટ કોહલીએ આજની મેચમાં સૌને નિરાશ કર્યા હતા. માત્ર એક રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે ભારતના શુભમન ગિલની વિકેટ ઝડપી. ફિલિપ્સે ગિલનો કેચ પકડ્યો હતો. 
ફાઇનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. માત્ર 41 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 50 રન પૂર્ણ કર્યા હતા. 

- ટીમ ઈન્ડિયામાં કોણે કેટલા રન ફટકાર્યા? 

રોહિત શર્મા    76
શુભમન ગિલ    31
વિરાટ કોહલી    1
શ્રેયસ અય્યર    48
અક્ષર પટેલ    29
K L રાહુલ    34
હાર્દિક પંડ્યા    18
રવીન્દ્ર જાડેજા    9
 
- ટીમ ઈન્ડિયામાં કોણે કેટલી વિકેટ લીધી 


મોહમ્મદ શમી    1
વરુણ ચક્રવર્તી    2
કુલદીપ યાદવ    2
રવીન્દ્ર જાડેજા    1