ટીમ ઈન્ડિયાના નવા 'રોહિત-વિરાટ'! ઓપનિંગમાં આ 2 ધૂરંધરમાંથી એક પણ જામી જશે તો રનનો ખડકલો સર્જાશે
July 10, 2024

તેનું કારણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર અભિષેકની એ સદીની ઈનિંગ્સ છે જેણે દિગ્ગજોને પણ કાયલ કરી દીધા છે. અભિષેક પોતાની ડેબ્યૂ T20માં 4 બોલ પર ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. પરંતુ ઝિમ્બાબ્વે સામે સિરીઝની બીજી T20 મેચમાં તે 47 બોલ પર 100 રનની ઈનિંગ રમ્યો હતો. આ મેચમાં અભિષેક એક સમયે 30 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ તેણે આગલા 16 બોલમાં 59 રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. જોકે પછીના બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. અભિષેકે સતત 3 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ્સના દમ પર તેણે ઓપનિંગ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. આ સાથે જ તેણે એ પણ કહ્યું કે તે ઓપનિંગમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને કોઈપણ બોલિંગ લાઈનઅપને વેર-વિખેર કરવા માટે તૈયાર છે.
જો અભિષેકની સાથે બીજો ઓપનર યશસ્વી હશે તો મેચમાં રનનો ખડકલો સર્જાશે. યશસ્વીની ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને પ્લેઈંગ-11માં સ્થાન નહોતું મળ્યું. હવે તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રીજી મેચથી ટીમ સાથે જોડાશે. પરંતુ યશસ્વીએ IPLમાં ખુદને સાબિત કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા યશસ્વી છેલ્લી એટલે કે 2024 IPL સિઝનમાં 16 મેચ રમ્યો હતો જેમાં તેણે 31.07ની એવરેજથી ઓપનિંગ કરતી વખતે 435 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 1 સદી અને 1 અડધી સદી પણ ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 104 રન રહ્યો હતો.
Related Articles
IND vs ENG: પહેલી જ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, 39 ઓવરમાં જ ભારતની જીત
IND vs ENG: પહેલી જ વનડેમાં ઈંગ્લેન્ડને...
Feb 06, 2025
બંને મારા મિત્રો છે... ', અભિષેક-જયસ્વાલ સાથે ટોક્સિક કોમ્પિટિશનની ચર્ચા મુદ્દે ગિલનું મોટું નિવેદન
બંને મારા મિત્રો છે... ', અભિષેક-જયસ્વાલ...
Feb 05, 2025
સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે ખરાબ પર્ફોર્મન્સ આપનારો ખેલાડી, પાંચ મેચમાં માત્ર 28 રન બનાવ્યા
સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે ખરાબ પર્ફોર...
Feb 04, 2025
445 દિવસ બાદ મોહમ્મદ શમીની વાપસી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો મોકો
445 દિવસ બાદ મોહમ્મદ શમીની વાપસી, ચેમ્પિ...
Feb 04, 2025
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક મુંબઈમાં ક્રિકેટ રમ્યા, સ્ટેડિયમમાં મુકેશ અંબાણી સાથે મેચ જોવા પહોચ્યાં
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક મુંબઈમ...
Feb 03, 2025
સચિન તેંડુલકરને મળશે BCCIનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ, અન્ય પાંચ દિગ્ગજોને પણ મળશે ખાસ સન્માન
સચિન તેંડુલકરને મળશે BCCIનો લાઈફટાઈમ એચિ...
Feb 01, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025