'બોલ્ડ અભિનેત્રી' તરીકેનો ટેગ મળતાં અકળાઈ એક્ટ્રેસ, કહ્યું - લોકોનો દૃષ્ટિકોણ જ ખરાબ...

November 11, 2024

ફિલ્મ 'ખ્વાબો કા ઝમેલા' ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશનમાં સયાની ગુપ્તા અને પ્રતીક બબ્બર વ્યસ્ત છે. તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સયાની ગુપ્તાએ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીમાં મને 'બોલ્ડ એક્ટર' નો ટેગ આપવામાં આવ્યો છે અને ઘણા લોકો મારી સાથે કામ કરતાં ખચકાટ અનુભવે છે.  ઘણા ડાયરેક્ટર્સ મને જોઈને રૂમથી બહાર જતાં રહે છે. મે એક મહિલા સાથે કામ કર્યું જે પોતે ડાયરેક્ટર રહી છે. બોલ્ડ સીનને ડાયરેક્ટ કરવાની જવાબદારી તેમણે મને આપી કેમ કે તેમને ખબર નહોતી કે આ કેવી રીતે થાય છે અને કઈ રીતે હેન્ડલ કરવું પડે છે. મારી માટે પણ ઘણી વખત બોલ્ડ સીન કરવો કમ્ફર્ટેબલ હોતો નહોતો. ડાયરેક્ટર્સના ઘણી વખત ઈનસિક્યોરિટીઝ અને બાયસનેસ પણ સામે આવે છે જે મારે હેન્ડલ કરવા પડે છે ઘણી વખત જ્યારે અમે બોલ્ડ સીન આપી રહ્યાં હોઈએ છીએ તો ડાયરેક્ટર્સ માટે તે સ્થિતિ અજીબ થઈ જાય છે અને અમારે એક્ટર્સે કહેવું પડે છે કે ઠીક છે, કોઈ વાત નહીં. મે એક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યો તો મને તેવા જ રોલ મળવા લાગ્યા, આ સાંભળીને કે તું તો બોલ્ડ સીન આપે છે તને તો વાંધો નથી પરંતુ એવું હોતું નથી. મારે પણ અન્ય રોલ કરવા છે.