પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું

May 12, 2025

ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. કોહલીના સન્યાસની જાહેરાત બાદ ઘણા ચાહકોના દિલ તૂટી ગયા છે. ભારતીય સેનાની પ્રેસ કોન્ફરેન્સમાં પણ વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતના કરોડો ચાહકોના દિલ તૂટી ગયા છે. કોહલીના ચાહકોમાં ભારતીય સેનાના DGMO રાજીવ ધઈ પણ સામેલ છે. તેમણે ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં વિરાટ કોહલીની નિવૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કોહલી મારો પ્રિય ક્રિકેટર છે.'

DGMO રાજીવ ધઈ 'ઓપરેશન સિંદૂર' અંગે બ્રીફ આપી રહ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરેન્સમાં કેટલાક ડાયગ્રામ બતાવ્યા હતા. આ ડાયાગ્રામ સમજાવતાં વિરાટ કોહલીના સન્યાસ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું કે, 'આ જે ડાયાગ્રામ તમે જોઈ રહ્યા છો, આ મને એક ઘટનાની યાદ અપાવે છે. આજે કદાચ ક્રિકેટની વાત કરવી જોઈએ કારણ કે, હું જોઈ રહ્યો હતો કે, વિરાટ કોહલીએ સન્યાસની જાહેરાત કરી છે. દરેક ભારતીયોની જેમ તેઓ મારા પ્રિય ક્રિકેટર છે.'