'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મ, તમામ રેકોર્ડ તોડ્યા
December 13, 2024
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રુલ' એ પોતાના નામની જેમ દરેક જગ્યાએ 'રુલ' કરી લીધું છે. ફિલ્મ દરરોજ એક બાદ એક રેકોર્ડ્સને તોડતી જઈ રહી છે. હવે કદાચ જ કોઈ રેકોર્ડ બાકી હશે જેને અલ્લુ અર્જુન તોડી શકશે નહીં. ફિલ્મે પોતાનો ઈન્ટરનેશનલ રાજ પણ અકબંધ રાખ્યું છે. પુષ્પા 2 ઈન્ડિયાની સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ બની ગઈ છે.
'પુષ્પા 2' એ પોતાની રિલીઝ બાદ માત્ર 7 દિવસોમાં દરરોજ આ ફિલ્મનો રેકોર્ડ તોડી દીધો છે. જેની કલ્પના પણ કોઈએ કરી નથી. ફિલ્મ ઈન્ડિયામાં તો તાબડતોડ પ્રદર્શન કરી રહી છે પરંતુ તેનું રાજ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ વધુ ફેલાયેલું છે. ફિલ્મે વર્લ્ડવાઈડ રેકોર્ડતોડ કમાણી કરી નાખી અને દરેક તે ઈન્ડિયન ફિલ્મને પછાડી દીધી જેની ચર્ચા ચારે તરફ થતી હતી.
આ સાથે 'પુષ્પા 2' એ સાઉથના માસ્ટર કહેવાતાં ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' ને પણ માત આપી દીધી છે. બાહુબલી 2 ઈન્ડિયાની એક સમય પર સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ હતી. ફિલ્મને 10 દિવસ થયા હતા આ સિદ્ધિને મેળવવામાં, જેને અલ્લુ અર્જુને એક જ અઠવાડિયામાં તોડી દીધો.
સૌથી ઝડપી 1000 કરોડ કમાનારી ઈન્ડિયન ફિલ્મો
| ફિલ્મનું નામ | કેટલા દિવસમાં |
| પુષ્પા 2 | 7 દિવસ |
| બાહુબલી 2 | 10 દિવસ |
| કલ્કિ 2898 એડી | 16 દિવસ |
| કેજીએફ ચેપ્ટર 2 | 16 દિવસ |
| RRR | 16 દિવસ |
| જવાન | 18 દિવસ |
| પઠાણ | 27 દિવસ |
પુષ્પા 2 નો ઈન્ડિયામાં ધમાકો
પુષ્પા 2 એ ઈન્ડિયામાં પણ શ્રેષ્ઠ કમાણી કરી દીધી છે. પોતાના પહેલા જ અઠવાડિયામાં ફિલ્મે ઈન્ડિયામાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે જે કોઈ પણ ફિલ્મથી વધારે છે. પુષ્પા 2 એ દરેક મોટા બજેટની ફિલ્મને માત આપીને પોતાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે જેને જોઈને દરેક અલ્લુ અર્જુનને ઈન્ડિયાનો સૌથી મોટો સુપરસ્ટાર માની રહ્યાં છે. એક જ અઠવાડિયામાં પુષ્પાએ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રેકોર્ડ તોડ્યો છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025