જેઠાલાલ' અને અસિત મોદી વચ્ચે થઈ મારામારી? દિલીપ જોશીએ કહ્યું- હું ક્યાંય જવાનો નથી, ખોટી અફવા ના ફેલાવશો
November 19, 2024

લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 16 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ આ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શોના નિર્માતા વિશેના અસંખ્ય વિવાદો હેડલાઈન્સમાં આવ્યા છે. ત્યારે હવે ફરી એક વખત આ શો વિવાદોમાં આવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી અને શો ના પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્ટર દિલીપ જોશીએ પ્રોડ્યુસર પાસે કેટલાક દિવસની રજા માગી હતી પરંતુ તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને તેને નજરઅંદાજ કરી. આ કારણોસર એક્ટર અને પ્રોડ્યુસર વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો હતો. બીજી તરફ હવે દિલીપ જોશીએ એક નિવેદન જારી કરીને આ તાજેતરની ખબરોને ખોટી ગણાવી છે. દિલીપ જોશીએ જણાવ્યું કે, જ્યારે પણ આવા વિવાદો સામે આવે છે ત્યારે સતત આવી સ્થિતિ પર વાત કરવી નિરાશાજનક બની જાય છે. હું માત્ર ચારેય બાજુ ચાલી રહેલી અફવાઓ અંગે સ્પષ્ટ કરવા માગુ છું. મારા અને અસિત ભાઈ વિશે મીડિયામાં કેટલીક સ્ટોરી ચાલી રહી છે જે સંપૂર્ણપણે ખોટી છે અને આવા અહેવાલો જોઈને ખરેખર મને દુ:ખ થાય છે.
Related Articles
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમાં એન્ટ્રીની અટકળો
ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમ...
Jul 07, 2025
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ
ક્રિતી-રશ્મિકાની કોકટેલ ટુનું શૂટિંગ આવત...
Jul 07, 2025
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્...
Jul 06, 2025
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિયંકા ચોપરાનો સંકેત
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિય...
Jul 05, 2025
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની...
Jul 05, 2025
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જ...
Jul 05, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025