Breaking News :
ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં જુલાઈમાં ફુગાવો 2.9% પર પહોંચ્યો, વ્યાજદર વધારવા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મૂંઝવણ 26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ, ભારતે કહ્યું- આતંકવાદ સામે જરૂરી પગલાં લઈશું ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ તમામ વેપાર સ્થગિત કર્યો, 10 મિનિટમાં ચેતવણી હટાવી મોસ્કો પર યુક્રેનના 600થી વધુ ડ્રોનનો હુમલો, રહેણાંક ઈમારતોને નુકસાન, બાળકી સહિત 3 લોકો ઘાયલ મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં 30થી વધુના મોત, અનેક લોકો ફસાયા ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા

January 20, 2025

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી મહિનામાં યોજાશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી તેવી સંભાવના છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે. આ સાથે લોકોને કેટલીક રાહતો પણ મળી શકે છે. ખેડૂતલક્ષી મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. બજેટ સત્રની તારીખનો હુકમ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો છે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે.

મહત્ત્વનું છે કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. જ્યારે પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.