Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં આગ લાગી

June 14, 2025

દિલ્હીના જનપથ રોડ પર આવેલા બાંધકામ હેઠળના CCS બિલ્ડિંગમાં શનિવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતાંજ તાત્કાલિક 13 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા અને આગ બુઝાવવાનું કામ ચાલુ છે. તકેદારીના ભાગરૂપે સ્થળ પર હાજર તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આ ઘટનાની વધુ માહિતી હજી મળવાની બાકી છે. આગ લાગવાનું કારણ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે મકાનનો એક ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો.

પટપરગંજ ગામના મકાનમાં બપોરે લગભગ 2 વાગ્યે આગ લાગી હોવાનું ફોન મળતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક મોકલવામાં આવી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી યોગેન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગે આસપાસના મકાનો સુધી ફેલાવા નહીં દીધી."