જ્ઞાનવાપી વિવાદને લગતી સાત અરજીની સુનાવણી કોર્ટ એકસાથે હાથ ધરશે

May 24, 2023

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલી સાત અરજીની સુનાવણી એકસાથે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશ દ્વારા 22મીએ આ આદેશ આપવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષે 7 કેસની સુનાવણી એકસાથે હાથ ધરવાની માગણી કરી હતી. તમામ અરજીની સુનાવણી હવે 7 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

હિન્દુ પક્ષનાં વકીલ સુભાષ ચતુર્વેદીએ કહ્યું હતું કે તમામ અરજીઓ એક જ પ્રકારની છે. રાખી સિંહનાં કેસ નંબર 693/21ની અરજીને મુખ્ય કેસનાં રૂપમાં સાંભળવામાં આવશે. મસ્જિદ કમિટીએ તમામ અરજીઓ એકસાથે હાથ ધરવાનો વિરોધ કર્યો હતો પણ જજે તે માગણી ફગાવી દીધી હતી.

જ્ઞાનવાપી મસ્જિદમાં આવેલા શિવલિંગની પૂજાઅર્ચના કરવા તેમજ શ્રુંગાર ગૌરી માટે પાંચ મહિલાઓ રાખી સિંહ, રેખા, સીતા, મંજુ અને લક્ષ્મી દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં જિલ્લા જજની કોર્ટમાં 7 કેસની સુનાવણી એકસાથે કરવા માગણી કરાઈ હતી. આ પછી 6 સિવિલ કોર્ટ અને એક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમામ 7 અરજીઓને જિલ્લા જજ સમક્ષ મુકાઈ હતી.