પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે 8 વર્ષે પારણું બંધાયું, જાણો પુત્રનું નામ શું રાખ્યું

April 16, 2025

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ ચાહકો સાથે ગૂડ ન્યુઝ શેર કરી છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે 8 વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે અને તેમણે પોતાના દીકરાનું નામ પણ રિવીલ કર્યું છે. પહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે ઝહીરે બાળકને ખોળામાં લીધું છે અને સાગરિકા ઝહીરને ગળે લગાવી રહી છે.  સાગરિકાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે અને બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સાગરિકાના પ્રેગ્નન્સીના સમાચાર પણ આવ્યા હતા, જોકે એક્ટ્રેસે તેના પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. થોડા વર્ષોના રિલેશનશિપ બાદ ઝહીર અને સાગરિકાએ 2017માં લગ્ન કર્યા. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રીતે થયા હતા, પરંતુ બાદમાં બંનેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું.