નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને રૃ. ૪.૨૦ કરોડનું ડિવિડન્ડ

April 20, 2024

ઇન્ફોસિસના સહ સ્થાપક એન આર નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને કંપનીના બમ્પર ડિવિડન્ડની જાહેરાતથી મોટી કમાણી થવાની છે. નારાયણ મૂર્તિએ તેને ૧૫ લાખ શેર ગિફ્ટમાં આપ્યા છે. બેેગાલુરુ સ્થિત આઇટી કંપનીએ તાજેતરમાં જ પ્રતિ શેર કુલ ૨૮ રૃપિયાનું અંતિમ અને વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જેના કારણે એકાગ્રને ૪.૨૦ કરોડ રૃપિયા ડિવિડન્ડ પેટે મળશે. મૂર્તિએ એકાગ્રને ૧૫ લાખ શેર ગિફ્ટમાં આપ્યા હતાં જેની કીંમત તે સમયે ૨૪૦ કરોડ રૃપિયા હતી. આજે ઇન્ફોસિસના બોર્ડે શેરહોલ્ડરોને ૨૦ રૃપિયાનું અંતિમ ડિવિડન્ડ અને ૮ રૃપિયાનું વિશેષ ડિવિડન્ટ આપવાની ભલામણ કરી હતી. ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર અંતિમ અને સ્પેશિયલ ડિવિડન્ડની ચુકવણીની રેકોર્ડ તારીખ ૩૧ મે, ૨૦૨૪ નક્કી કરવામાં આવી છે. ૧ જુલાઇના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.