રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; 'જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છે'

April 14, 2024

રાજકોટ- ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ સાથે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું છે. રાજકોટના રતનપરમાં પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનની સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો રતનપર ગામ નજીક નેશનલ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે.


રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લેવા પહોંચ્યા છે. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે કે જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે.