વાપી હાઇવે પર લકઝરી બસ ડિવાયડર સાથે ભટકાયા બાદ પલટી ખાધી

March 21, 2023

વાપી, : વાપી હાઇવે પર ગઇકાલે મધરાતે રાજસ્થાનથી મુંબઇ જતી લકઝરી બસના ચાલકને ઝોકું આવી જતા બસ ડિવાયડર સાથે ભટકાયા બાદ પલટી ખાતા ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં મહિલા અને વાસ્તુ વિધી કરતા મહારાજ બસ નીચે આવી જતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ચાલક સહિત બે ને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.