ગુજરાતમાં નવા DGPના નામની આજે જાહેરાત થશે

January 30, 2023

રાજ્યમાં નવા ડિજીપીના નામની આજે  જાહેરાત થઈ શકે છે. જેમાં નવા ડિજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર તથા અનિલ પ્રથમના નામની ચર્ચા થઇ રહી છે. તેમજ વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સ્ટેંશન અપાયું હતું.

રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારબાદ નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ લગભગ નક્કી જ છે. જો કે અતુલ કરવાલ હાલમાં ડેપ્યુટેશન ઉપર એનડીઆરએફમાં ડીજીપી છે. જેથી તેઓ કદાચ ગુજરાત પાછા ન આવે તો 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી શકયતા છે.