ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, સૌથી વધુ અમદાવાદમાં કેસ

March 22, 2023

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. આજે નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે. તેમજ આજે એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1064 પહોંચી ચૂકી છે.

 
રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાના કારણે ત્રીજું મોત નોંધાયું છે. મહેસાણામાં આજે એકનું મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 247 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ કોરોના સામેની લડાઈમાં જીતીને ઘરે પહોંચ્યા છે.


ગુજરાતમાં આજે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 124, અમરેલીમાં 19, મોરબી 17, સુરત કોર્પોરેશન 17, રાજકોટ કોર્પોરેશન 16, મહેસાણા 12, વડોદરા કોર્પોરેશન 9, રાજકોટ 8, સુરત 6, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, આણંદ 2, સાબરકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, જામનગર 1, ખેડા 1, નવસારી 1, પંચમહાલ 1, પાટણ 1, પોરબંદર 1 એમ કુલ 247 કેસ નોંધાયા છે.