'...તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો', એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર
November 04, 2025
ભોજપુરી ગાયક-અભિનેતા અને આરજેડી નેતા ખેસારી લાલ યાદવ પણ બિહારની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખેસારીએ એનડીએની પ્રાથમિકતાઓ પર આકરી ટીકા કરી છે. તેમણે રામમંદિર નિર્માણની જરૂરિયાતનો સ્વીકાર કરતાં રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની માગ કરી છે. ખેસારી લાલ યાદવે શાસક પક્ષને સીધો પડકાર આપતાં કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ હતો કે, રામ મંદિર બનવુ જરૂરી છે, પરંતુ શું હોસ્પિટલ બનવી જરૂરી નથી. શું રોજગારી જરૂરી નથી. શું શિક્ષણ જરૂરી નથી? મંદિર લોકોના ભવિષ્યનું નિર્માણ કરી શકશે નહીં. તમે દરેક સ્થળે મંદિર બનાવો, પરંતુ શું મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરી શકશે? જો મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરતુ હોય તો હું ઈચ્છીશ કે, તમે બિહારમાં 200 મંદિર બનાવો અને જુઓ કેટલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું... ભગવાન આપણા હૃદય અને ભક્તિમાં વસે છે, મંદિરમાં તો માત્ર એક મૂર્તિ છે, આરજેડી નેતાએ એનડીએ સરકાર પર 20 વર્ષથી સત્તામાં રહ્યા બાદ પણ ઔદ્યોગિક વિકાસમાં પછાત અને રોષ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. લોકોને હાલ રોજગારી જોઈએ છે અને એનડીએ ક્યારેય રોજગારની વાત નહીં કરે. હંમેશા હિન્દુત્વ અને સનાતમ ધર્મ, મંદિર-મસ્જિદ, ભારત-પાકિસ્તાનની વાત કરે છે. બેરોજગારીના કારણે લોકોમાં રોષની લાગણી વધી છે. લોકો બેકાર બેઠા હોવાથી રોષ ભભૂકી ઉઠે છે. ખેસારીએ દાવો કર્યો છે કે, 20 વર્ષથી એનડીએની સરકાર છે અને એક પણ કારખાનું નથી. બિહારના યુવાનોનું પલાયન દુઃખદ છે. આપણને ઘરથી દૂર જવા માટે ટ્રેન મળે છે, પરંતુ પરિવાર સાથે રહેવાની તક આપતી નોકરી નહીં. અમે પૈસાની માગ કરતા નથી, અમને કામ આપો. અમે કમાવીશું અને અમારા બાળકોનું પાલન-પોષણ કરીશું. પરંતુ આ લોકો અમને ક્યારેય કામ આપતા નથી.
Related Articles
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમ...
Jun 04, 2026
Trending NEWS
ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર...
05 June, 2026
'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહી...
05 June, 2026
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
04 June, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...',...
04 June, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ...
04 June, 2026
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈર...
04 June, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપ...
03 June, 2026
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇ...
03 June, 2026
શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂ...
03 June, 2026
દિલ્હીમાં અગ્નિકાંડ: રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 20...
03 June, 2026