અથાણું બનાવતી સમયે બહુ ઉપયોગી છે આ નાની ટિપ્સ, જોજો ભૂલતા!
April 29, 2023

ભારતીય ભોજનમાં ગમે તેટલી વાનગીઓ પીરસવામાં આવે પણ તેની સાથેના ચટપટા અથાણાનો સ્વાદ અલગ જ હોય છે. ભોજનની સાથે પીરસાતા અથાણા તેની મજા વધારી દે છે. હાલમા ગરમીની સીઝન છે ત્યારે અનેક ઘરોમાં છૂંદો, અથાણા, સ્ક્વોશ અને જામ પણ બની રહ્યા છે. પણ જો તમે 12 મહિના ચાલે તેવું અથાણું બનાવી રહ્યા છો તો તમારે ખાસ ટિપ્સને ફોલો કરવાની રહે છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારું અથાણું ખરાબ થશે નહીં. આ સાથે તે લાંબો સમય એવું જ લાલ ચટ્ટ રહેશે. તો જાણો આ ટિપ્સ.
અથાણા માટેની ટિપ્સ
- અથાણા માટેની કેરી કે શાક અને ફળ તાજા અને રસભર્યા હોય તે જરૂરી છે.
- મસાલા મિક્સ કરતાં પહેલાં શાકને ધોઇને સૂકવી લેવા.
- અથાણું બનાવવા જાડા તળિયાના વાસણનો ઉપયોગ કરો.
- અથાણું બનાવવાનું વાસણ કોરું હોય તે ધ્યાન રાખો.
- અથાણું તૈયાર થાય નહીં ત્યાં સુધી તેને કપડું બાંધીને સમયાંતરે તડકે મૂકો.
- રોજ વાપરવા માટેના અથાણાને નાની બરણીઓમાં કાઢીને વાપરો.
- અથાણું કાઢ્યા બાદ તેને તેલમાં સારી રીતે ડુબાડી દો. નહીં તો તે ખરાબ થવાનો ડર વધે છે.
- અથાણાની બરણીને સારી રીતે બંધ કરો. જો તે ફિટ બંધ નહીં થાય તો તેમાં થોડા સમય બાદ ફંગસ જોવા મળશે.
- જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ અને કોરા ચમચાનો ઉપયોગ કરો.
- જે અથાણું આખું વર્ષ રહેવા દેવાનું હોય તે તેલમાં ડૂબેલું રહે તે આવશ્યક છે. માટે અથાણું કાઢો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
Related Articles
રંગભરી એકાદશી : આજે કાશીમાં રંગોત્સવ, બાબા વિશ્વનાથનો થશે ભવ્ય શૃંગાર
રંગભરી એકાદશી : આજે કાશીમાં રંગોત્સવ, બા...
Mar 10, 2025
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ...
Nov 12, 2024
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યો...
Aug 10, 2024
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
Trending NEWS

07 May, 2025