ભુજમાં એક રાતમાં 8 મંદિરોમાં ચોરોનો આતંક, પોલીસ તંત્રમાં દોડધામ
September 29, 2024

Uચાર વાંકલ માતાજીના, ભોબાદાદાનું અને વાછડાદાદાનું તથા મહાદેવ મંદિરને તસ્કરોએ અભડાવ્યું
સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને કુલે રૂપિયા 60 હજારનો મુદામાલ ચોરી કરી ગયા
નખત્રાણા : વડવા ભોપા ગામે એક રાતમાં જ આઠ-આઠ મંદિર અને એક દુકાનમાં ચોરીના બનાવથી નાના એવા ગામમાં સનસનાટી મચી જવા હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
નખત્રાણા પોલીસે જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિ દરમિયાન બન્યો હતો. તાલુકાના વડવા ભોપા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના ચાર મંદિર અને ભોપાબાપાનું મંદિર અને વાછડા દાદાનું મંદિર તેમજ વડવા કાંયા રોડ પર આવેલા મંદિર સહિત આઠ મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.
મંદિરોમાંથી સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને અંદાજે 60 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જ્યારે એક દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરાયો હતો. શનિવારે સવારે મંદિરે પુજા પરવા જતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. નાના એવા ગામમાં એક રાતમાં આઠ મંદિર અને દુકાનમાં ચોરીના પ્રયાસથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરીના બનાવ અંગે વડવા ભોપા ગામમાંથી કોઇ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા ન હોવાનું નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ રાવલે જણાવ્યું હતું.
Related Articles
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ઓફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની...
Jun 27, 2025
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યો...
Jun 27, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ...
Jun 27, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહ...
Jun 27, 2025
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર...
Jun 25, 2025
સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવતઃ 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી
સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવતઃ 24 કલાક બા...
Jun 25, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025