દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં BJP અને AAP વચ્ચે કાંટાની જંગ

December 07, 2022

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD Result) ની ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હાલ દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી 42 કેન્દ્રો પર થઈ રહી છે. કુલ 1,349 ઉમેદવારોના ભાવીનો ફેંસલો આજે થવાનો છે જે EVMમાં કેદ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રજાને શુભેચ્છા પાઠવી છે. પાછલા દોઢ દાયકાથી મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો છે. હવે MCDની સત્તામાં કોણ આવશે તેનો નિર્ણય ટૂંક જ સમયમાં થઈ જવાનો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. દિલ્હી MCD ચૂંટણી પરિણામમાં ભાજપ 107 બેઠકો પર જ્યારે આપ 95 બેઠકો પર આગળ ચાલે છે, જ્યારે કોંગ્રેસ માત્ર 9 બેઠકો પર આગળ છે. જ્યારે અપક્ષ ઉમેદવાર 3 બેઠકો પર આગળ ચાલે છે.