જામનગરમાં દુકાનમાં બાકોરું પાડી 26 લાખના ઘરેણાંની ચોરી કરનાર ત્રણની ધરપકડ
January 18, 2026
જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોલ-જોડિયા રોડ પરથી ચોરેલા મુદ્દામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, તેઓ પાસેથી રૂપિયા 26.96 લાખની કિંમતના ઘરેણાં અને બે બાઈક વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશ હેમતલાલ સોનીની ધ્રોલ નગરપાલિકા સામે આવેલી દુકાનમાં 14 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ધાડ પાડી હતી. ચોરો દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી, દુકાનમાથી સોના ચાંદી સેરવી ગયા હતા. જેની અંદાજિત કિંમત 26 લાખથી વધુ હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ફરિયાદ બાદ LCBની ટીમો તસ્કરોને પકડી પાડવા સક્રિય થઈ હતી. તપાસમાં ચોક્કસ બાતમી મળી હતી કે જ્વેલર્સમાં ચોરી કરનાર ચોરો બાઈક લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. પોલીસે તેમને પકડવાની પૂરતી તૈયારી કરી દીધી હતી.
ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી હિંમત પાંગળાભાઇ મહેડા, ટીનુ પાંગળાભાઈ મહેડા, શૈલેષ નવલસીંગ મહેડા નામના આરોપીઑની અટકાયત કરી હતી. જેમની પાસેથી સોનાની કિંમત 17 લાખ 50 હજાર અને ચાંદીની 9 લાખ 46 હજારના દાગીના જપ્ત લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બે બાઈક અને 4 નંગ મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો સળિયો પણ પોલીસ ટીમને મળી આવ્યો હતો.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026