કર્ણાટક વિધાનસભામાં કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા મામલે 3 લોકોની ધરપકડ કરાઈ

March 05, 2024

કર્ણાટક વિધાનસભામાં કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે 27 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના નેતા સૈયદ નાસિર હુસૈનના સમર્થકો દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં જીત બાદ કરવામાં આવ્યા હતા. કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ 3 આરોપીઓ ઝડપાયા છે. જે પૈકી એક આરોપી બેંગલુરુ, બીજો હાવેરી અને ત્રીજો દિલ્હીનો રહેવાસી છે.

આ અંગે કર્ણાટકના ગૃહ પ્રધાન ડૉ. જી પરમેશ્વરાનું કહેવુ છે કે વ્યક્તિએ બે વાર સૂત્રોચ્ચાર કર્યા હતા. FSL એ કહ્યું નથી કે આ કોણે કહ્યું. FSLએ એટલું જ કહ્યું છે કે પુષ્ટિ થઇ ગઇ છે. અને તેમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી. તે એક સ્ટ્રેટ ફોરવર્ડ કન્ટીન્યુ વિડિયો છે. તેઓએ તપાસ કરી અને પુષ્ટિ કરી છે કે ત્યાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' જેવા નારા લગાવવામાં આવી રહ્યા હતા અને તેના આધારે અમે ત્રણ લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે..