આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-5 બેટર, વિરાટ કોહલી જ અસલ 'કિંગ'
April 28, 2025

- વિરાટ કોહલી : IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં RCBનો વિરાટ કોહલી ટોપ પર છે. તેણે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકારી હતી, જે આ સિઝનમાં તેની છઠ્ઠી ફિફ્ટી છે. કોહલીએ અત્યાર સુધી 10 મેચમાં 443 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં પણ ટોપ પર છે, એટલે કે તે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.
- બી સાઈ સુદર્શન : ગુજરાત ટાઈટન્સનો બી સાઇ સુદર્શન IPL 2025માં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 8 મેચમાં 5 ફિફ્ટી સહિત 417 રન બનાવ્યા છે.
- મિચેલ માર્શ : આ યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સનો મિચેલ માર્શ ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 4 ફિફ્ટી ફટકારી છે. માર્શે 9 મેચ રમી છે અને અત્યાર સુધીમાં 378 રન બનાવ્યા છે.
- યશસ્વી જયસ્વાલ : IPLની આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર છે. તેણે પણ 9 મેચમાં 4 ફિફ્ટી ફટકારી છે. તેણે અત્યાર સુધીમાં 356 રન બનાવ્યા છે.
- નિકોલસ પૂરન : IPL 2025માં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે લખનઉ સુપર જાયન્ટ્સનો નિકોલસ પૂરન પાંચમાં નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 10 મેચમાં 4 ફિફ્ટીની સાથે 404 રન બનાવ્યા છે.
- એડન માર્કરમ : લખનઉ સુપર જાયન્ટ્સનો જ બેટ્સમેન એડન માર્કરમે અત્યાર સુધીમાં 10 મેચમાં 4 ફિફ્ટી ફટકારી છે. તેણે IPL 2025માં અત્યાર સુધીમાં 335 રન બનાવ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે. જોકે, યાદીમાં ત્રીજા નંબરથી છઠ્ઠા નંબર સુધીના તમામ બેટ્સમેનોએ 4 અડધી સદી ફટકારી છે. મેચની ઓછી સંખ્યા અને અત્યાર સુધી બનાવેલા તેમના રનના આધારે તેમની રેન્કિંગ કરવામાં આવી છે.
Related Articles
ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ ગુપ્તા? 25 દેશની 2500 અરજીમાં થયા શોર્ટલિસ્ટ
ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ...
Jul 08, 2025
બુમરાહની એન્ટ્રી થતાં જ ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીનું કપાશે પત્તું, જાણો કેવી હોઈ શકે પ્લેઈંગ-11
બુમરાહની એન્ટ્રી થતાં જ ટીમ ઈન્ડિયામાંથી...
Jul 08, 2025
એજબેસ્ટનમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય
એજબેસ્ટનમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસ...
Jul 07, 2025
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સિરાજ છવાયો, 6 વિકેટ ઝડપી 32 વર્ષ બાદ મેળવી મોટી સિદ્ધિ
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સિરાજ છવા...
Jul 05, 2025
શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો... ભારતના ચાર દિગ્ગજ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ
શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભા...
Jul 04, 2025
ઓલિમ્પિક 2036: પહેલીવાર સત્તાવાર રીતે મેજબાનીની રેસમાં સામેલ થયું ભારત, પ્રતિનિધિમંડળની મુલાકાત
ઓલિમ્પિક 2036: પહેલીવાર સત્તાવાર રીતે મે...
Jul 02, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025