સિવનીમાં હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ તાલીમાર્થી વિમાન ક્રેશ, પાઇલટ સહિત 2 ઘાયલ

December 09, 2025

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં વિમાન દૂર્ઘટના સર્જાઇ છે જેમાં પાયલોટ સહિત 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. મળેલી માહિતી મુજબ એક ટ્રેનર વિમાન હાઇ-વોલ્ટેજ પાવર લાઇન સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, આ અકસ્માત સાંજે 6:25 વાગ્યે સિવની-નાગપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર સુકતારા હવાઈ પટ્ટીથી લગભગ બે કિલોમીટર દૂર અમાગાંવના ખેતરોમાં થયો હતો. આ વિમાન રેડવર્ડ એવિએશન કંપનીનું હતું અને તાલીમ ઉડાન પર હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલોટ અજિત ચાવડા અને વિમાનમાં સવાર બીજા પાયલોટને ઇજા પહોંચી હતી. પાવર કંપનીના કર્મચારીઓ, ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક તેમને બચાવી લીધા હતા. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,