હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક
April 06, 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ત્યારે આજે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના બે LPG ટેન્કરો ગ્રીન સાન્વી' અને 'ગ્રીન આશા' સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.
ગ્રીન સાન્વી: 46,500 મેટ્રિક ટન LPG અને 25 નાવિકો સાથે ભારત તરફ અગ્રેસર
ગ્રીન આશા: 15,000 મેટ્રિક ટન LPG અને 26 નાવિકો સાથે સુરક્ષિત
હાલમાં ફારસની ખાડીમાં ભારતના કુલ 16 જહાજો અને 433 નાવિકો હાજર છે, જેમની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે.
અનાજની કોઈ કમી નથી: કેન્દ્ર
કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ સી. શિખાએ જણાવ્યું કે, ભારત પાસે બફર સ્ટોકના નિર્ધારિત ધોરણો કરતા ત્રણ ગણો જથ્થો ઉપલબ્ધ છે.
ઘઉં: 222 લાખ મેટ્રિક ટન
ચોખા: 380 લાખ મેટ્રિક ટન
કુલ ખાદ્ય ભંડાર: 602 લાખ મેટ્રિક ટન, જે કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે પૂરતો છે.
પેટ્રોલ-ડીઝલ અને LPG સપ્લાય
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 35 દિવસમાં 18 કરોડ ઘરોમાં LPG પહોંચાડવામાં આવ્યો છે. યુદ્ધને કારણે સપ્લાયમાં અવરોધ હોવા છતાં, એડિશનલ કાર્ગો ટાઈ-અપ કરવામાં આવ્યા છે. કાળાબજારી અને સંગ્રહખોરીના કેસમાં કુલ 850 પોલીસ ફરિયાદ નોંધાઈ છે તથા 220 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026