સુરતના કાપોદ્વામાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા બે દુકાનદારો ઝડપાયા

April 10, 2024

સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા બે આરોપી પ્રકાશ ખટિક અને ભેરુલાલ ખટિકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે,ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગનુ કૌભાંડ ચાલતુ હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.અલગ અલગ કંપનીના ગેસ રિફીલિંગ સિલિન્ડર,ખાલી સિલિન્ડર,ગેસ રિફીલિંગ મશીન સહિત 30 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

સમગ્ર ઘટનાને લઈ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે,ત્યારે આ ઘટનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે,ગેસ રિફીલિંગ કરી બોટલ કોને આપતા હતા તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે,સમગ્ર ઘટનાને લઈ પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે.

કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસે રેડ કરી હતી.અને સ્થળ પર હાજર પારસ હરજીરામ ગુજ્જરને દબોચી લીધો હતો.જ્યારે અન્ય દુકાનદાર કનૈયા લાલ કલાલને ફરાર જાહેર કર્યો હતો.પોલીસે ઝડપાયેલ પારસની કડક પૂછપરછ કરતાં તેને આ રાંધણ ગેસની બોટલોનો જથ્થો એચપી ગેસની એજન્સી વિકાસ નામના ઈસમે પૂરી પાડી હોવાનું જાણવતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી અલગ અલગ કંપનીના 22 બોટલો,વજન કાંટો,નોઝલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.