યુક્રેનનો પલટવાર, રશિયાના ઓઇલ ખજાનાને બનાવ્યું નિશાન

December 26, 2025

રશિયા દરરોજ યુક્રેન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યુ છે. હવે યુક્રેને રશિયા સામે કમર કસી લીધી છે તે રશિયાની અંદર તેના ઉર્જા અને મૂળભૂત સુવિધાઓ પર હુમલો કરીને જવાબ આપશે. રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન પાછળ પડી શકે છે, રશિયન સેનાએ તેના પ્રદેશો પર કબજો જમાવ્યો છે. આ બધા છતાં, યુક્રેને હાર માની નથી.જ્યારે પણ તક મળી રહી છે. તે રશિયાને જોરદાર જવાબ આપી રહ્યુ છે. યુક્રેનિયન સૈન્યએ 25 ડિસેમ્બર, ગુરુવારના રોજ બ્રિટન પાસેથી મેળવેલી સ્ટોર્મ શેડો મિસાઇલોનો ઉપયોગ કરીને રશિયાની નોવોશાખ્તિન્સ્ક તેલ રિફાઇનરી પર હુમલો કર્યો.સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, આ માહિતી યુક્રેનિયન સેનાએ જ આપી છે.

યુક્રેનના સશસ્ત્ર બળના જનરલ સ્ટાફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ કે નોવોશાખ્તિન્સ્ક રિફાઇનરી પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો અને અનેક વિસ્ફોટો નોંધાયા છે. આ હુમલા પછી, ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ લાગી અને ત્યાંથી નીકળતો કાળો ધુમાડો ઘણા કિલોમીટર સુધી દેખાતો હતો.તેનો વીડિયો પણ સામે આવ્યો છે.