વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ
February 03, 2026
વડોદરા : વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે. હોડીમાં સવાર 8થી વધુ લોકો નદીના પાણીમાં ડૂબ્યા હતા, પરંતુ સમયસૂચકતા અને લોકોની મદદથી તમામનો સુરક્ષિત બચાવ થયો છે. ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે હોડીમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જે આજે (બીજી ફેબ્રુઆરી) મોટી દુર્ઘટનામાં પરિણમતા સહેજમાં અટકી હતી.
મળતી માહિતી મુજબ, પાદરા તરફથી મુસાફરો હોડીમાં સવાર થઈને નદી માર્ગે ગંભીરા તરફ જઈ રહ્યા હતા. નદીના વહેણ અથવા સંતુલન બગડવાને કારણે હોડી અચાનક પાણીમાં પલટી ગઈ હતી. હોડી પલટતા જ તેમાં સવાર 8થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડી હતી. નજીકમાં હાજર અન્ય નાવિકો અને સ્થાનિક તરવૈયાઓએ તુરંત મદદ કરીને તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ હોવાથી રોડ માર્ગે લાંબો ફેરો કરવો પડે છે, જેનાથી બચવા સ્થાનિક શ્રમિકો અને મુસાફરો હોડીનો સહારો લઈ રહ્યા છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026