વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવા ડેમના 62 ગેટ બંધ
September 30, 2024
વડોદરા : વડોદરાવાસીઓને અંતે રાહત થતી હોય તેમ જણાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો આજ બપોરથી શરૂ થયો છે. આજ સવાર સુધી નદી ભયજનક સપાટી 26 ફૂટને ઓળંગી જાય તેવી સ્થિતિ હતી, પરંતુ વરસાદ થંભી ગયા બાદ હાલ ઉઘાડ છે, અને ઉપરવાસથી પાણીની આવક પણ ઓછી થઈ જતા નદીમાં પાણી ઘટવાની શરૂઆત થઈ છે.
આજે સવારે 11:30 કલાકે પાણી વધુમાં વધુ 25.06 ફૂટ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પાણીનું લેવલ સ્થિર થયા બાદ ધીમો ઘટાડો શરૂ થયો છે.
આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાણીનું લેવલ 24.93 નોંધાયું હતું. આમ પાણીના સ્તરમાં ઘટાડો થતાં તંત્રને અને ખાસ તો લોકોને હાશકારો થયો છે. હવે જો દિવસ દરમિયાન વરસાદ ન પડે તો લેવલ હજી વધું નીચે ઉતરશે અને નીચાણવાળા વિસ્તારોમાંથી ધીમે-ધીમે પાણી પણ ઉતરવા માંડશે તેમ કોર્પોરેશનના તંત્રનું માનવું છે.
હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતું નથી. આજવા સરોવરનું લેવલ બપોરે 213.30 ફૂટ હતું. આજવા સરોવરના 62 ગેટ હાલમાં બંધ છે.
Related Articles
અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ
અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સ...
વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફરી રહેલા મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત, બીજો બચી ગયો
વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફર...
Dec 21, 2024
સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ
સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું જપ...
Dec 20, 2024
મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી
મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા,...
Dec 20, 2024
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RS...
Dec 20, 2024
બાપુનગરમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડો કાઢી મગાવી માફી
બાપુનગરમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડ...
Dec 20, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 21, 2024