Breaking News :

ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઈંચ

July 02, 2025

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આજે બુધવારે (2 જુલાઈ) 75 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.54 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 70 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો. 

રાજ્યમાં આજે (2 જુલાઈ) સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવણમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.36 ઇંચ, સુરતના મહુવામાં 1.93 ઇંચ, ડાંગના આહવામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.