ઉનાળામાં હોલસેલમાં શાકભાજીની આવક વધતા કિલોએ રૂ.20 સુધીનો ઘટાડો થયો

May 22, 2023

ઉનાળાની ગરમીમાં લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધે લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. જો કે, ઉનાળામાં કેરીની આવક વધુ હોવાથી હાફુસ અને કેસર કેરીના ભાવોમાં ધરખમ ધટાડો થયો છે.જેમાં હાફુસ કેરી રૂ.450 થી 1000 ડઝન અને કેસર કેરી રૂ.300 થી 650 સુધી પાંચ કિલોનો ભાવ રીટેઇલમાં વેચાણ થઈ રહ્યો છે.

રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો થયો છે. વેપારીના મતે આ વર્ષે ઉનાળામાં પણ શાકભાજીની આવક વધુ છે અને પહેલા રાત્રના જમાલપુર શાકમાર્કેટ આવે છે.

આ પછી કમોડમાં આ જ શાકભાજી વેચાણ માટે મોકલવામાં આવે છે. જ્યાં શાકભાજીનું વેચાણ ના થાય તો તે શાકભાજી કર્ણાવતી માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યા વધે તે શાક પછી સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ આવી રહ્યુ છે.

આમ શાકભાજી પહેલા એક જ જગ્યાએથી વેચાણ થતું હતું તે હાલમાં ચાર જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે, જેના લીધે સસ્તા શાકભાજી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતા હોવાનું રાજનગર શાકમાર્કેટના વેપારીએ જણાવ્યું છે.