કેટરીનાની પ્રેગ્નેન્સીની અફવા પર વિકી કૌશલની સ્પષ્ટતા, કહ્યું- અમે ગુડ ન્યૂઝ આપીશું પણ અત્યારે...

July 15, 2024

દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ છેલ્લા ઘણાં સમયથી પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. કેટરીનાની પ્રેગ્નેન્સીના સમાચાર તે સમયે સામે આવવાના શરૂ થયા જ્યારે તે પોતાના પતિ વિકી કૌશલ સાથે લંડનમાં રજાઓ ગાળી રહી હતી અને તે દરમિયાનની અમુક તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી હતી. તે બાદ લોકોએ તેના પ્રેગ્નેન્ટ હોવાની વાત કરવાની શરૂ કરી દીધી. તે બાદ તે જ્યારે પણ ક્યાંક ઢીલા કપડામાં સ્પોટ થાય છે તો લોકોની શંકા વધુ પાક્કી થવા લાગે છે. દરમિયાન હવે પહેલી વખત પત્ની કેટરીનાની પ્રેગ્નેન્સી પર વિકી કૌશલે મૌન તોડ્યું છે. 

વિકી કૌશલ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ બેડ ન્યૂઝને લઈને ચર્ચામાં છે. વિકી અને ફિલ્મની સમગ્ર ટીમ અત્યારે પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન પૈપરાજીએ વિકીને એક ઈવેન્ટમાં કેટરીના કૈફની પ્રેગ્નેન્સીને લઈને સવાલ કર્યો. તેની પર પહેલી વખત વિકી કૌશલે જવાબ આપતાં કહ્યું, આ સમાચારમાં કોઈ સત્ય નથી, જે દિવસે યોગ્ય સમય આવશે હુ પોતે આ ખુશખબરી તમારી સાથે શેર કરીશ, પરંતુ અત્યારે તમે બેડ ન્યૂઝ એન્જોય કરો. આ સમાચારથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેટરીના હાલ પ્રેગ્નેન્ટ નથી.

તાજેતરમાં જ કેટરીના કૈફ અને વિકી કૌશલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થયા હતાં. આ દરમિયાન કેટરીના લાલ કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી. વિકીએ ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેરેલો હતો. બંનેની જોડી ખૂબ સુંદર નજર આવી રહી હતી. આ દરમિયાન પણ કેટરીનાને જોઈને લોકોએ તેના પ્રેગ્નેન્ટ હોવાની વાત કહી હતી.