જાણીતી અભિનેત્રી માટે મોંઘા ગિફ્ટ્સ આફત બની ગયા, ઈડીએ ફરી એકવાર મોકલ્યું સમન્સ
July 10, 2024
બોલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરથી તેનો પીછો નથી છૂટી રહ્યો. EDએ ફરી એકવાર તેને સમન્સ મોકલ્યું છે. ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવી રહેલ કથિત બળજબરી પૂર્વક વસૂલી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ જેક્લિનને સમન્સ મોકલવામાં આવ્યું છે. હાલમાં સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ છે. તેણે જેક્લિનને ખૂબ જ મોંઘા ગિફ્ટ અને લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. હવે આ મોંઘા ગિફ્ટ એક્ટ્રેસ માટે આફત બની ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણે ED સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, તપાસ એજન્સીને મની લોન્ડરિંગ કેસમાં કેટલાક નવા પુરાવા મળ્યા છે, જેની પુષ્ટિ કરવા માટે અભિનેત્રીને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યુ છે. મીડિયા અહેવાલ પ્રમાણે ED સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયા મની લોન્ડરિંગ મામલે બુધવારે તપાસમાં સામેલ થવા માટે મુંબઈ પહોંચી છે. આ વચ્ચે EDએ આજે સવારે એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝને 11 વાગ્યે ED ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. ED સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે. EDએ આ મામલાની તપાસ માટે જેક્લિન ફર્નાન્ડિઝને સમન્સ મોકલ્યું છે જેથી આ પુરાવાની પુષ્ટિ થઈ શકે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોય. આ પહેલા પણ EDએ ઘણી વખત તેની પૂછપરછ કરી છે. અહેવાલ પ્રમાણે એક્ટ્રેસ સામે ઘણા સમય પહેલા જ મની લોન્ડરિંગ કેસ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં તપાસ દરમિયાન તપાસ એજન્સીએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી લીધી છે. EDનું કહેવું છે કે જેક્લિનને સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવતા મની લોન્ડરિંગની પહેલાથી જ જાણ હતી. આ સાથે જ તે બળજબરી પૂર્વક વસૂલી રેકેટથી પણ વાકેફ હતી.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોય. આ પહેલા પણ EDએ ઘણી વખત તેની પૂછપરછ કરી છે. અહેવાલ પ્રમાણે એક્ટ્રેસ સામે ઘણા સમય પહેલા જ મની લોન્ડરિંગ કેસ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં તપાસ દરમિયાન તપાસ એજન્સીએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી લીધી છે. EDનું કહેવું છે કે જેક્લિનને સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવતા મની લોન્ડરિંગની પહેલાથી જ જાણ હતી. આ સાથે જ તે બળજબરી પૂર્વક વસૂલી રેકેટથી પણ વાકેફ હતી.
Related Articles
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે ફલેટ લીધો
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે...
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની બાયોપિક બનશે
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની...
Dec 04, 2024
તૃપ્તિ ડિમરીની બોયફ્રેન્ડ સૈમ સાથે બાઈક પર લટાર
તૃપ્તિ ડિમરીની બોયફ્રેન્ડ સૈમ સાથે બાઈક...
Dec 03, 2024
અભિનેત્રી નરગિસ ફખરીની બહેન ફસાઈ, EX બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને સળગાવીને મારી નાખ્યાનો આરોપ
અભિનેત્રી નરગિસ ફખરીની બહેન ફસાઈ, EX બોય...
Dec 03, 2024
ઈમરાનની કમબેક ફિલ્મમાં ભૂમિ પેડણેકર હિરોઈન બનશે
ઈમરાનની કમબેક ફિલ્મમાં ભૂમિ પેડણેકર હિરો...
Dec 02, 2024
Trending NEWS
પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી...
10 December, 2024
કુર્લામાં કાળબની બસ ફરીવળી, 6નાં મોત, 30 લોકો ઇજાગ...
10 December, 2024
ધર્મના આધારે અનામત શક્ય નથી :SC
10 December, 2024
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને જાનથી માર...
10 December, 2024
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી...
09 December, 2024
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, C...
09 December, 2024
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થ...
09 December, 2024
મણિપુરમાં હજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ, કેન્દ્રએ વધુ પા...
09 December, 2024
ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શન, ભારતીય હાઈ કમિશનની સ...
09 December, 2024
Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહ...
09 December, 2024
Dec 04, 2024