સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં 'લોહીયાળ' જંગ
January 04, 2026
અમદાવાદ: અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો થતા સંગીત જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના સાથીઓએ હાર્દિલને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી 4 મહિના સુધી ગાઈ શકશે નહીં.
મૂળ અમદાવાદના અને હાલ મુંબઈ સ્થાયી થયેલા સિંગર હાર્દિલ પંડ્યા અને ગુજરાતી સિંગર શ્યામ સિધાવત વચ્ચે એક વર્ષ પહેલા રિલીઝ થયેલા એક ગીતની ક્રેડિટ બાબતે વિવાદ ચાલતો હતો. હાર્દિલે આ અંગે લીગલ નોટિસ મોકલી હતી, જેના કારણે શ્યામ તેને અગાઉ પણ ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ છે. હાર્દિલ પંડ્યા જ્યારે તેના મિત્રો સાથે 29 ડિસેમ્બરે એસ.જી. હાઈવે પર જઈ રહ્યો હતો, ત્યારે શ્યામ સિધાવત, પવન પરમાર અને અન્ય ચાર શખ્સોએ તેને આંતર્યો હતો. હથિયારો વડે થયેલા હુમલામાં હાર્દિલના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા છે. કાનનો પડદો ફાટી જવાથી તે બેભાન થઈ ગયો હતો. તબીબોના જણાવ્યા મુજબ, આગામી 3 થી 4 મહિના સુધી તે હાઈ-પિચ પર ગાઈ શકશે નહીં, જે તેના કરિયર માટે મોટો ફટકો છે.
ઘટના અંગે હાર્દિલે 30 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે શ્યામ સિધાવત સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. હાર્દિલે તરત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સામે પક્ષે શ્યામની પત્નીએ છેક 4 દિવસ બાદ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે
Related Articles
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના...
Jan 17, 2026
સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજથી પટકાયા, યુવકનું ગળું કપાયું
સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિ...
Jan 15, 2026
સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભાંડો ફૂટ્યો
સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિ...
Jan 13, 2026
સુરતથી મોટા સમાચાર : ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ગળે ફાંસો ખાઈ આપઘાત
સુરતથી મોટા સમાચાર : ઓલપાડના મહિલા નાયબ...
Jan 12, 2026
હારીજમાં એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત
હારીજમાં એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પ...
Jan 11, 2026
સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી
સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવ...
Jan 10, 2026
Trending NEWS
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026