સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી...', પૂજારાની નિવૃત્તિ મુદ્દે શશી થરૂરની ભાવુક પોસ્ટ
August 24, 2025

ભારતના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. પૂજારાએ 24 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 37 વર્ષીય પૂજારાએ 103 ટેસ્ટ મેચ અને પાંચ ODIમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજારા છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (2023) માં ભારત માટે રમ્યા હતા. ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ અંગે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે એક ભાવુક પોસ્ટ શેર કરતા કહ્યું છે કે, ચેતેશ્વર પૂજારા જેવા તેજસ્વી ટેસ્ટ બેટરને સન્માનજનક વિદાય આપવી જોઈતી હતી. પૂજારા જે ઊંચાઈએ પહોંચ્યા છે તે સુધી પહોંચવા માટે ઘણું બલિદાન આપવું પડે.
શશી થરૂરે X પર લખ્યું, 'ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ એ હૃદયસ્પર્શી છે. ટીમ ઈન્ડિયામાંથી તાજેતરમાં બહાર થયા પછી આ નિર્ણય લગભગ નિશ્ચિત હતો, તેમ છતાં તેની પાસે સાબિત કરવા માટે કંઈ નહોતું, તે ટીમ માટે થોડો વધુ સમય રમવા અને તેની શાનદાર ટેસ્ટ કારકિર્દીને સન્માનજનક વિદાય આપવાને પાત્ર હતો. જ્યારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, ત્યારે તેણે હિંમત બતાવી અને ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો અને ઘણી શાનદાર ઇનિંગ્સ રમી. પરંતુ સિલેક્ટર્સે પહેલાથી જ આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. આવી સ્થિતિમાં, પૂજારાની નિવૃત્તિ ખોટી કહી શકાય નહીં.
શશી થરૂરે આગળ કહ્યું કે, 'હું તેની પત્ની (પૂજા પૂજારા) નું પુસ્તક 'ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ' વાંચી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે પૂજારા પાસે જે છે તે પ્રાપ્ત કરવા માટે કેટલું બધું કરવું પડે છે. લગભગ 20 વર્ષ પહેલાં ભારત-એ ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે મારું ધ્યાન ખેંચ્યું હતું
Related Articles
ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ
ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં,...
Aug 27, 2025
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું એલાન કર્યું
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાં...
Aug 27, 2025
IPL 2026 : વિરાટ કોહલીનો ખાસ મિત્ર RCBનો કોચ બનવા તૈયાર, કહ્યું મારું દિલ આ ટીમ માટે જ ધડકે છે
IPL 2026 : વિરાટ કોહલીનો ખાસ મિત્ર RCBનો...
Aug 26, 2025
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પ...
Aug 25, 2025
સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત, દાદાને અચાનક મળી આ ટીમની જવાબદારી
સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત,...
Aug 25, 2025
એશિયા કપ અગાઉ BCCIને ઝટકો, DREAM-11નો ટીમ ઇન્ડિયાને સ્પોન્સર કરવા ઇન્કાર
એશિયા કપ અગાઉ BCCIને ઝટકો, DREAM-11નો ટી...
Aug 25, 2025
Trending NEWS

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025