Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

'અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા...', ટ્રેન હાઈજેક કરનાર BLAના દાવાથી ખળભળાટ

March 15, 2025

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરનાર ભાગલાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હવે મોટો દાવો કર્યો છે. BLAનું કહેવું છે કે અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા છે. માર્યા ગયેલા તમામ 214 બંધકો પાકિસ્તાની આર્મીના સૈનિકો હતા. BLAના આ દાવા સાથે પાકિસ્તાનની પોલ ખુલતી દેખાઈ રહી છે કેમ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેન હાઈજેક કરનારા 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે મંગળવારે બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલાન નજીક ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. ટ્રેનમાં 450 થી વધુ લોકો હાજર હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાની સેનાએ બુધવારે દાવો કર્યો હતો કે  જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનાવી લેવાયેલા લોકોને મુક્ત કરાવવાન ઓપરેશનમાં તમામ 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પણ કહ્યું હતું કે અમે તમામ બંધકોને બચાવી લીધા છે. જો કે, પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા અથવા BLAને થયેલા નુકસાન અંગે કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નહોતા. ત્યારે BLAએ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.