વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી
October 03, 2025
લદાખને વિશેષ દરજ્જો આપવા માંગ,શાંતિથી ચાલી રહેલો દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો
લદાખ : લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડને લઈને પત્ની ગીતાંજલિ આંગમો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સોનમ વાંગચુકને તાત્કાલિક છોડવા અંગેની માગ કરતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.
ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે તેમને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ અટકાયત કરીને જોધપુર લઈ જવાની વાતો થઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રે સંબંધિત અટકાયતનો આદેશ આપ્યો નથી. તેથી આ અટકાયત ગેરકાયદે છે અને તેમને મુક્ત કરવા જોઈએ.
મેગ્સેસે પુરસ્કાર વિજેતા અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના આંદોલનમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે, જે લદાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જાની માંગ કરે છે. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ આ પ્રદેશને સ્થાનિક સંસાધનો પર વધુ અધિકારો, સાંસ્કૃતિક સંરક્ષણ અને સ્વાયત્ત પરિષદ જેવી બંધારણીય ગેરંટીઓ આપે છે. ધરણા અને ભૂખ હડતાળ સહિત ચાલી રહેલા દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. દેખાવ દરમિયાન પોલીસ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. લદાખ વહીવટીતંત્રે સોનમ પર વિદેશી શક્તિઓ માટે કામ કરવાનો આરોપ મૂક્યો. 26મી સપ્ટેમ્બરના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધો રાખવા અને વિદેશથી ગેરકાયદે ફંડ મેળવવા સહિતના અનેક આરોપો છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026