પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો? ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, હોર્મુઝમાં તણાવ વધ્યો
April 22, 2026
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગઈ છે. આ ભાવવધારાનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતા અને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર બંધ હોવાનું માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 0.82 ટકા વધીને 99.29 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ 1.15 ટકા વધીને 90.71 ડોલર પર પહોંચ્યો છે. જોકે, ભારતીય બજારમાં એમસીએક્સ પર ક્રૂડ ઓઇલ ફ્યુચર્સમાં 1.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના યુદ્ધવિરામ અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન કરવા અને નૌકાદળની નાકાબંધી યથાવત રાખવાની જાહેરાત બાદ બજારમાં સતર્કતાનો માહોલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો છે કે ઈરાન આર્થિક રીતે પડી ભાંગ્યું છે અને તેને દરરોજ 50 કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે,
જેના કારણે તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઉત્સુક છે. અહેવાલો મુજબ, આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર શિપિંગ પ્રવૃત્તિઓ હાલમાં મોટાભાગે બંધ છે અને છેલ્લા 24 કલાકમાં જહાજોની અવરજવર નહિવત નોંધાઈ છે.
આ ભૌગોલિક-રાજકીય તણાવની અસર શેરબજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે હોંગકોંગ અને સોલના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે અમેરિકન શેરબજાર પણ અગાઉ લાલ નિશાનમાં બંધ થયું હતું.
ભારતીય શેરબજારમાં પણ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, જેમાં સેન્સેક્સ આશરે 521 પોઈન્ટ ગગડીને 78,748 અને નિફ્ટી 128 પોઈન્ટના ઘટાડા સાથે 24,448 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026