ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
December 09, 2024
ગુજરાતમાં આખરે શિયાળો ધીમે-ધીમે જમાવટ કરવા લાગ્યો છે. ગત રાત્રિના નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં હજુ વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, હવે આગામી પાંચ દિવસ નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. બીજી બાજુ અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ગત રાત્રિના અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
હવામાન નિષ્ણાતોને મતે, અમદાવાદમાં આગામી એક સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગત રાત્રિના રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં દાહોદ, ડીસા, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી
શહેર | તાપમાન |
નલિયા | 10.8 |
દાહોદ | 12.3 |
ડીસા | 12.4 |
અમદાવાદ | 13.2 |
ગાંધીનગર | 14.0 |
રાજકોટ | 15.0 |
વડોદરા | 15.2 |
પોરબંદર | 15.4 |
સુરત | 15.8 |
ભુજ | 16.2 |
જામનગર | 16.9 |
ભાવનગર | 17.0 |
કંડલા | 17.7 |
Related Articles
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદય...
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્...
Jan 21, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુ...
Jan 20, 2025
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જ...
Jan 20, 2025
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચ...
Jan 20, 2025
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ...
Jan 20, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025