અફઘાન સરહદે સોનાની ખાણમાં કરતા ચીનના 3 એન્જિનિયર્સના ડ્રોન એટેકમાં મોત
November 28, 2025
અફઘાન સરહદે વર્કર્સ કેમ્પ પર હુમલો, તાજિકિસ્તાનનો આક્ષેપ અને સુરક્ષા ચિંતાઓ
અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV(ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, 'આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો.
આ હુમલો બુધવારે રાત્રે થયો હતો અને તેણે યૉલ બોર્ડર ડિટેચમેન્ટમાં ફર્સ્ટ બોર્ડર ગાર્ડ પોસ્ટ 'ઇસ્તિકલોલ' નજીક આવેલી LLC શોહિન SM વર્કર્સ કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ કંપની, LLC શોહિન SM, તાજિકિસ્તાનમાં સોના સહિત અન્ય કિંમતી ધાતુઓના માઇનિંગનું કામ કરે છે. તાજિકિસ્તાને આ હુમલા માટે અફઘાનિસ્તાનના વિસ્તારમાં હાજર 'ક્રિમિનલ' અને 'આતંકવાદી જૂથો'ની ખતરનાક ગતિવિધિઓને જવાબદાર ઠેરવી છે. મંત્રાલયે આ હરકતોની સખત નિંદા કરી છે અને અફઘાન અધિકારીઓને તેમની સરહદને સ્થિર અને સુરક્ષિત કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 1350 કિલોમીટર લાંબી આ પહાડી સરહદ પર તણાવ ચાલુ રહે છે, તાજિકિસ્તાને અગાઉ ડ્રગ સ્મગલરોને મારવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને ઓગસ્ટમાં તાલિબાન લડવૈયાઓ સાથે ગોળીબાર પણ થયો હતો. આ ડ્રોન હુમલો પ્રાદેશિક જૂથ 'કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(CSTO)'ની બેઠક પહેલાં થયો હતો. આ હુમલો મધ્ય એશિયામાં નવો તણાવ પેદા કરી રહ્યો છે, જ્યાં ખાણકામ અને કુદરતી સંસાધનોના ક્ષેત્રમાં ચીની કંપનીઓનું કરોડો ડોલરનું રોકાણ છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026