પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાતે 43 દેશોના 50 પ્રતિનિધિઓ એકત્રિત થયા
September 12, 2026
યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા.
યુનેસ્કો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા આયોજિત આ સમારોહમાં યુરોપ, આફ્રિકા, એશિયા, આરબ દેશો, અમેરિકા અને કેરેબિયન પ્રદેશના રાજદૂતો, કાયમી પ્રતિનિધિઓ અને અન્ય વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ યુનેસ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મૂળભૂત એવા સેવા, સાંસ્કૃતિક સમજણ અને સંવાદના મૂલ્યોનો પરિચય કરાવતા કાર્યક્રમ પહેલાં મહેમાનોને પરંપરાગત ભારતીય ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
યુનેસ્કો ખાતે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ સભાને સંબોધતાં મંદિરને “ભારતની સભ્યતા, વારસા અને ભારત-ફ્રાન્સના સહયોગથી સાકાર થયેલી શિલ્પકળાના અદભૂત સંગમ” તરીકે વર્ણવ્યું. યુનેસ્કોના સંદર્ભમાં મંદિરના મહત્ત્વ અંગે તેમણે કહ્યું, “યુનેસ્કો સાથે સંકળાયેલા આપણા સૌના માટે આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે, કારણકે સંસ્કૃતિ અને વારસાનું જતન યુનેસ્કોના હાર્દમાં છે.”
Related Articles
એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ્રિક્સ સમિટમાં 'નવી દિલ્હી ડિક્લેરેશન' સર્વસંમતિથી પાસ
એકતરફી ટેરિફ કે આર્થિક દબાણ નહીં ચાલે: બ...
Sep 12, 2026
દુનિયા સામે મોટું ટેન્શન, સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથીઓનો કબજો!
દુનિયા સામે મોટું ટેન્શન, સાઉદીએ ઓઈલ પાઈ...
Sep 12, 2026
વિશ્વના 3 મુખ્ય ઓઇલ સપ્લાય રુટ ઠપ: ભારત માટે ખતરાની ઘંટડી! શું દુનિયા આર્થિક મંદીમાં ધકેલાશે?
વિશ્વના 3 મુખ્ય ઓઇલ સપ્લાય રુટ ઠપ: ભારત...
Sep 12, 2026
એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો? સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયેના 'ઇસ્લામિક નાટો'માં પડી ગઈ મોટી તિરાડ!
એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો? સાઉદી-પાકિસ...
Sep 12, 2026
દિલ્હીમાં બેસીને ઈરાનનો અમેરિકા-ઈઝરાયલને પડકાર: 'દમન સામે નહીં ઝૂકીએ', ભારતના કર્યા વખાણ
દિલ્હીમાં બેસીને ઈરાનનો અમેરિકા-ઈઝરાયલને...
Sep 12, 2026
હવે અમેરિકામાં 'મફત રેવડી' કલ્ચર, ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને 4.2 લાખ આપવાનું ટ્રમ્પનું વચન
હવે અમેરિકામાં 'મફત રેવડી' કલ્ચર, ચૂંટણી...
Sep 10, 2026
Trending NEWS
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026