લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 59.71 ટકા વોટિંગ, સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા

April 19, 2024

આસામમાં ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં : સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું છે. 


પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 77.57% મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર લોકોએ મતદાન કર્યુ. પહેલા તબક્કામાં 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા. જેમાં 9 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ છે. પહેલા તબક્કામાં કુલ 16 કરોડથી વધારે મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો છે. આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. 

- આંદામાન અને નિકોબારમાં 56.87 ટકા
અરુણાચલ પ્રદેશમાં 64.07 ટકા
આસામમાં 70.77 ટકા
બિહારમાં 46.32 ટકા
છત્તીસગઢમાં 63.41 ટકા
જમ્મુ-કાશ્મીરમાં 65.08 ટકા
લક્ષદ્વીપમાં 59.02 ટકા
મધ્યપ્રદેશમાં 63.25 ટકા
મહારાષ્ટ્રમાં 54.85 ટકા
મણિપુરમાં 67.46 ટકા
મેઘાલયમાં 69.91 ટકા
મિઝોરમમાં 53.96 ટકા
નાગાલેન્ડમાં 56.18 ટકા
પુડુચેરીમાં 72.84 ટકા
રાજસ્થાનમાં 50.27 ટકા
સિક્કિમમાં 68.06 ટકા
તમિલનાડુમાં 62.08 ટકા
ત્રિપુરામાં 76.10 ટકા
ઉત્તરપ્રદેશમાં 57.54 ટકા
ઉત્તરાખંડમાં 53.56 ટકા
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.57 ટકા મતદાન